સુરતમાં કોરોનાના કેસ વધતા મનપા દ્વારા સુપર સ્પ્રેડર્સની શોધખોળ તેજ - Surat Mun. Corporation
સુરતઃ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેથી મનપા દ્વારા સુપર સ્પ્રેડર્સની શોધખોળ તેજ કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ દ્વારા બુધવારે ઝોન પ્રમાણે દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરતના અલગ-અલગ 8 ઝોનમાં દૂધ વિક્રેતાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓ દ્વારા ડેરી માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મનપાની સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાનમાં 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. પાન ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 7 પોઝિટિવ લોકો મળી આવ્યા હતા. તો સલૂનમાં 650 ટેસ્ટ કરવામાં આવતા 1 પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરાયા હતા. જેમાં 8 પોઝિટિવ કેસ મળ્યા હતા.