મોડાસામાં સારવર અર્થે આવેલો કડાણાનો એક વ્યક્તિ કોરોના શંકાસ્પદ જણાયો - ભિલોડા અને મોડાસામાંથી પાંચ થી વધુ શંકસ્પદ
અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સારવાર અર્થે આવેલા મહીસાગરના કડાણા તાલુકાના દર્દીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રએ દર્દીને સાર્વજનિક હોસ્પિટલમાં બનાવેલા આઈસોલેશન વોર્ડમાં ખસેડી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભિલોડા અને મોડાસામાંથી પાંચથી વધુ શંકસ્પદ કોરોના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ભિલોડા તાલુકાના નેપાળ પ્રવાસથી પરત ફરેલા 98 લોકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. જેમાં 11 વ્યક્તિઓને સામાન્ય તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળતા તકેદારીના ભાગરૂપે હિંમતનગર આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા.