કોરોના વાઈરસ ઈફેક્ટઃ પાવાગઢના સ્થાપત્યો 31મી સુધી બંધ રહેશે - કોરોના વાઈરસ ઈફેક્ટ
પંચમહાલઃ ભારત દેશના અનેક રાજ્યોમાં શાળા, કોલેજ તેમજ પ્રવાસન સ્થળો પર પણ હાલ પ્રતિબંધ છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી રહ્યું. પાવાગઢમાં આવેલા તમામ સ્થાપત્યો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. કોરોના વાઈરસના કારણે સ્થાપત્યોની અંદર ફરવા પર પ્રતિબંધ લદાયો છે. જેમાં 39 સ્થાપત્યો પર કડક સિક્યોરિટી લગાવી નોટિસ લાગવાઈ છે. આ નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે, 31 માર્ચ સુધી લોકોનો પ્રવેશ નિષેધ છે.