જામનગરના રામેશ્વર મહાદેવ મંદિરમાં કોરોનાના સ્લોગન લગાવવામાં આવ્યાં - રામેશ્વર મહાદેવ મંદિર
જામનગરઃ શહેરમાં લંગાવાડ ઢાળીયા નીચે ધનબાઈના ડેલા પાસે ચારણ ફળીમાં બિરાજમાન રામેશ્વર મહાદેવ મંદિરને ખીમા મામા યુવક મિત્ર મંડળે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે કોરોનાના વિવિધ સ્લોગન દ્વારા શણગાર કર્યો છે. જેમાં આ ગૃપ દ્વારા 20 સ્લોગન લગાવવા આવ્યા છે. દર્શનાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ સ્લોગન દ્વારા શણગાર કરવામાં આવ્યો છે.