રાજકોટમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ: આરોગ્ય સચિવ ફરી રાજકોટ આવ્યા
રાજકોટ: શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. ત્યારે ગુરૂવારે રાજકોટમાં કોવિડ સેન્ટરમાં એક કોરોના પોઝિટિવ દર્દીને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે સમગ્ર સ્થિતિની ગંભીરતા સમજીને રાજ્યના સીએમ દ્વારા તાબડતોડ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને ફરી રાજકોટ ખાતે મોકલ્યા હતા. જેને લઈને જયંતિ રવિ ગુરૂવારે રાજકોટ પહોંચ્યા હતા. તેમજ સમગ્ર મામલાની તપાસ કરી હતી. આરોગ્ય સચિવ જયંતિ રવિએ સમગ્ર મામલને લઈ જણાવ્યું હતું કે કોરોના હોસ્પિટલમાં આ માનસિક દર્દી બીજા અન્ય જે દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા તેમના માટે મુશ્કેલી ઉભી કરતો હતો અને પોતાના કપડાં પણ કાઢી નાખતો હતો. આ પ્રકારનો વ્યવહાર કરતા તેને હોસ્પિટલ સ્ટાફ દ્વારા રોકવામાં આવ્યો હતો. જયંતિ રવિ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત હાલ સારી હોવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 11 દિવસ માટે જયંતિ રવિ રાજકોટમાં રોકાયા હતા. ત્યારે ગુરૂવારે ફરી રાજકોટની મુલાકાતે આવ્યા છે.