મોરબી એસટી ડેપોના કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા - corona test
મોરબીઃ શહેરના એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કંડકટર અને મિકેનિક સ્ટાફના મોરબી હેલ્થ વર્કર દ્વારા કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં શનિવારે 75 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 04 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જયારે રવિવારે પણ કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ રહી હતી. જેમાં કર્મચારી મંડળના પ્રમુખ ડી.એન. ઝાલા સહિતનાએ ચેકઅપ કરાવ્યું હતું અને રવિવારે લેવાયેલા 50 સેમ્પલમાંથી 04ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ બે દિવસમાં લેવાયેલા 125 સેમ્પલમાંથી 08 કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તેમજ હજુ બાકી રહેલ કર્મચારીના સેમ્પલ લઇ ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં 03 કર્મચારીઓ પોઝિટિવ નોંધાયા હતા.