રાજકોટ જેલમાં 23 કેદીઓને કોરોના, તમામને કોવિડ સેન્ટર ખાતે ખસેડાયા - coronavirus symptoms
રાજકોટ: જિલ્લા જેલમાં 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્રમાં દોડધામ મચી છે. જેલ તંત્ર દ્વારા 94 જેટલા કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને જેલ તંત્ર દ્વારા આ તમામ કેદીઓને કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એક કેદીને જામીન મળ્યા હતા. જેને લઇને તે ફરી જેલ ખાતે આવતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. આ કેદી જેલ કેન્ટિનમાં કામ કરતો હોવાના કારણે તકેદારીના ભાગરૂપે અન્ય કેદીઓને પણ કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેલને ડિસઈન્ફેક્શન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ જો જરૂર જણાય તો તંત્ર દ્વારા કેદીઓના વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. પોઝિટિવ આવેલા કેદીઓમા મોટાભાગમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. જેને લઇને જેલ તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.