જામનગરઃ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીના જન્મ દિવસની સ્ટાફ દ્વારા ઉજવણી - ઉજવણી
જામનગરઃ જીજી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે મંગળવારે કોરોના દર્દીનો જન્મ દિવસ હોસ્પિટલની ઉજવણી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં આમ તો દર્દીઓના સગાઓને પ્રવેશ નિષેધ હોય છે અને હોસ્પિટલ સ્ટાફ વગર કોઈ જઈ શકતું નથી, ત્યારે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફે આ વૃદ્ધનો જન્મ દિવસ ઉજવી હોસ્પિટલમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો.