જૂનાગઢમાં કોરોના જનજાગૃતિ રથનું પ્રસ્થાન કરાવાયું - જૂનાગઢ કલેકટર કચેરી
જૂનાગઢ: સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી કોરોના વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર, સાંસદ, પંચાયત પ્રમુખ, કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરી વચ્ચે કોરોના વિજય રથને ડિજિટલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આયોજિત આ રથ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની સાથે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ફરશે અને લોકોને કોરોના અંગેની સાચી માહિતી અને જાણકારી આપશે. આ રથમાં તબીબોની હાજરી પણ જોવા મળશે. જે દરેક વ્યક્તિને કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી આપશે.