કોરોનાની સારવારથી ડરશો નહીં: ઈમરાન ખેડાવાલા - અમદાવાદ કોંગ્રેસ ધારાસભ્ય કોરોના સંક્રમિત
અમદાવાદ: કોરોના સંક્રમણનો ભોગ બનેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે તેમણે વીડિયો મેસેજ દ્વારા કોરોનાની સારવારથી ડરતા લોકોને અપીલ કરી છે કે, ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, 'સારવારથી ડરશો નહીં. સારવાર સારી મળે છે અને સ્વસ્થ થઈ જવાય છે. સારવાર લેશો તો સ્વસ્થ થશો અને પરિવાર સાથે રહી શકશો'.