Corona In Gujarat: કોરોનાથી બચવા માટે ધ્યાનમાં રાખજો ડૉ. દિલીપ માવળંકરનીઆ 5 વાતો - કોરોના માર્ગદર્શિકા ગુજરાત
ગુજરાતમાં દિવસે-દિવસે કોરોના (Corona In Gujarat) ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોનાના વધતા કેસો (Corona Cases In Gujarat)ની વચ્ચે ડૉ. દિલીપ માવળંકરે કોરોનાને એટકાવવા માટેની મહત્વની 5 વાતો જણાવી હતી. તેમણે, સરકારી દિશા-નિર્દેશો (Corona Guidelines Gujarat)નું ચુસ્તપણે પાલન કરવા, N-95 અથવા થ્રી લેયરના ડબલ માસ્ક (Double Mask For Avoiding Corona) પહેરવા, બંધ જગ્યાઓ પર નહીં, પરંતુ વેન્ટિલેશન વાળી જગ્યાએ રહેવા, શરદી-ખાંસી થાય તો પણ ઘરમાં જ રહેવા, ઘરમાં પણ માસ્ક પહેરવા અને 80 વર્ષથી વધુની વ્યક્તિથી બને તેટલા દૂર રહેવા જણાવ્યું હતું.