કોરોના વાયરસ: વડોદરાના કરજણમાં રોગ પ્રતિકારક હોમિયોપેથીક દવાઓનો કેમ્પ યોજાયો - હોમિયોપેથીક દવા
વડોદરા: કરજણમાં શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક કોલેજ-સુમેરુ હોસ્પિટલ તેમજ કરજણ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે મંગળવારના રોજ કોરોના જેવી મહામારી વાયરસની બિમારી સામે જંગ લડવા એક હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ પ્રસંગે ડૉ. હેમા પરીખના જણાવ્યાનુસાર જે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવે છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.