ગુજરાત

gujarat

ETV Bharat / videos

કીર્તિ મંદિરમાં કોરોનાની અસર, સ્નેહમિલનનો કાર્યક્રમ રદ - kirtimandir

By

Published : Nov 14, 2020, 12:30 AM IST

પોરબંદરઃ દર વર્ષે કીર્તિ મંદિરમાં યોજાતો સ્નેહમિલનનો કાર્યક્રમ ચાલુ વર્ષે રદ કરવામાં આવ્યો છે. આ સ્નેહમિલનના કાર્યક્રમમાં દર વર્ષે નુતન વર્ષના દિવસે સાંસદ સભ્ય, ધારાસભ્ય, સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના લોકો જોડાતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે આ સ્નેહમિલનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ અંગે પોરબંદરના પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવામાટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે લોકોને તહેવાર દરમિયાન બહાર ફરવા જવા સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટનસ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી નિયમનું પાલન કરવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details