ગીરીમથક સાપુતારા સહીત સમગ્ર ડાંગમાં શિતલહેર વ્યાપી - ડાંગમાં ગીરીમથક સાપુતારા સહીત સમગ્ર ડાંગમાં શિતલહેર વ્યાપી
ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વ્યાપારી વઘઇ, વહીવટીમથક આહવા, શબરીધામ સુબીર સહિત પૂર્વપટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં મંગળવારે વહેલી સવારથી જ અચાનક વાતાવરણનાં પલટા સાથે વાદળછાયુ વાતાવરણ છવાય રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી,ડાંગ જિલ્લામાં દિવસભર વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા ગામડાઓમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે પણ દિવસભર વાદળછાયુ વાતાવરણનો ઘેરાવો રહેતા ફરવા આવેલ પ્રવાસીઓ માટે આ વાતાવરણ આહ્લાદક રહ્યુ હતું.