ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંકલેશ્વરમાં અઠવાડિયામાં બે દિવસના લોકડાઉનના તંત્રના નિર્ણયથી વિવાદ - ગુજરાતમાં લોકડાઉનનો વિવાદ

By

Published : Jul 25, 2020, 3:28 PM IST

ભરૂતઃ જિલ્લાના અંકલેશ્વરમાં વિકેન્ડ લોકડાઉન રાખવાના તંત્રના નિર્ણયનો વિવાદ જોવા મળી રહ્યો છે. શનિ-રવી તમામ દુકાનો બંધ રાખવાના નિર્ણય બાદ આજે શનિવારે કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. ત્યારે સંક્રમણ નિયંત્રણમાં લેવા અંકલેશ્વર નગર સેવા સદન અને વેપારી એસોસિએશન વચ્ચે અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં સવારે 7થી બપોરે 2 કલાક સુધી અને શનિ-રવી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે રજૂઆત કરતા વેપારીઓ નગર સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જણાવ્યા અનુસાર લોકડાઉનના કારણે 45 કરતા વધુ દિવસો દુકાનો બંધ રહેવાથી મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details