Controversial Statement Of MLA: હાલોલ હિન્દૂ સમિતિએ ધારાસભ્યના નિવેદનને આપ્યું આવેદન - હાલોલ હિન્દૂ સમિતિ
હાલોલ વિધાનસભાના હાલોલ ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્યના નિવેદન બાબતે થયેલ વાયરલ વીડિયોને (Controversial Statement Of MLA ) લઈ થયેલ ફરિયાદ સામે યોગ્ય ન્યાય માટે હિન્દૂ ધર્મસેનાએ (Halol Hindu Samiti) જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આપ્યું આવેદન. 25 નવેમ્બરના રોજ થયેલ આ વીડિયોમાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેને એડિટિંગ કરીને વાયરલ કર્યો હતો. હાલોલ ટાઉન પોલીસ મથકે (Police Station Halol) હરીશભાઈ ભૂરાભાઈ ભરવાડ દ્વારા આ વીડિયોને લઈ ફરિયાદ નોંધાવી હતી, અને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો.