70 વર્ષમાં પ્રથમવાર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નર્મદાઃ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બૅટિંગ બાદ રાજ્યના મોટા ભાગના ડેમ અને નદીઓ બંને કાંઠે વહેતા થયા છે, નર્મદા ડેમમાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ઇટીવી ભારતના માધ્યમથી અમે તમને નર્મદાના એક્સુક્લિઝિવ વીડિયો બતાવી રહ્યા છીએ. નર્મદા ડેમના 23 દરવાજામાંથી આ પ્રવાહ બહાર વહી રહ્યો છે, જે નજારો જોતા નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. હવે નર્મદા બંધ 70 વર્ષમાં પ્રથમવાર પોતાની ઐતિહાસિક સપાટી પર પહોંચશે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પાણીની સપાટી વધતા હાલ છેલ્લા 4 કલાકથી 138 મીટરની સપાટીએ સ્થિર છે અને આ સપાટીને જાળવી રાખવા માટે તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. હાલ પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક નોંધાઇ છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નર્મદાની મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
Last Updated : Sep 14, 2019, 6:56 PM IST