જામનગરમાં વકીલ મંડળ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઇ - Constitution Day news
જામનગર: 26 નવેમ્બરે બંધારણના 70 વર્ષ પુરા થયાં છે. દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ કાયદાના નિષ્ણાંતોએ બંધારણની મુળભુત ફરજો અને આમુખનું વાંચન કર્યું હતું. સેશન્સ કોર્ટના વકીલ મંડળ દ્વારા મંગળવારે બંધારણ દિવસ નિમિતે બંધારણનું વાંચન કરવાનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં વકીલો સંવિધાન વાંચન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સેશન્સ કોર્ટના જજ સહિતના કાયદાના નિષ્ણાંતોએ આ દિવસે વિવિધ કાયદામાં પારંગત લોકો સાથે વિચાર વિમર્શ પણ કર્યો હતો. જામનગરમાં દર વર્ષે વકીલ મંડળ દ્વારા બંધારણ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેના ભાગ રૂપે મંળાર મંગળવારે બંધારણ દિવસ નિમિતે બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું.