મહેસાણામાં ખાડા રાજ સામે કોંગ્રેસનું ખાડા પુરવાની ઝુંબેશ - Congress campaign
મહેસાણાઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે, ત્યારે મહેસાણાના રસ્તાઓ પરના ખાડા પુરવા કે રીપેરીંગ કરવા તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે, જેથી તંત્ર સામે વિરોધ સાથે જનહિત માટે કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહેસાણા આંબેડકર ઓવર બ્રિજ સહિતના માર્ગો પર પડેલા ખાડાઓ સ્વયમ રીતે ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સરકાર અને તંત્રની કામગીરી સામે રસ્તાઓની દુર્દશા માટે અનેક ટીકાઓ કરવામાં આવી છે, જોકે મહેસાણા કોંગ્રેસ દ્વારા 7 દિવસ માટે ખાડા પૂરો આંદોલન છેડાયું છે, તે હવે કેટલા ખાડા પુરે છે અને ક્યાં સુધી પ્રજાહિતની આ ભૂમિકા નિભાવે છે તે જોવું રહ્યું.