વિવાદિત DPS સ્કૂલ અને નિત્યાનંદ મામલે કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન - Nityanand and DPS school news
અમદાવાદ : નિત્યાનંદ અને DPS સ્કૂલ વિવાદ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે, " DPS સ્કૂલને સીએસઆર હેઠળ જમીન ભાડે આપવામાં આવી હતી.હાલ, સ્કૂલ કરોડો રૂપિયાનો નફો કરી રહી છે. તેમજ શાળાએ રજીસ્ટ્રેશમાં ખોટા ડૉક્યુમેન્ટ આપેલાં છે. તેથી શૈક્ષણિક સંસ્થામાં આશ્રમ કેવી રીતે ચાલે છે તે અંગે માહિતી માગી છે. આ સંસ્થાઓમાં હપ્તતારાજ ચાલે છે જેની સામે જિલ્લા કલેક્ટર તપાસ કરી રહ્યા છે."