ધારાસભ્ય જેઠા ભરવાડને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા - મનીષ દોષી
અમદાવાદ: ભાજપના સહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે કેટલાક કેસ ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ભાજપ ગુંડાગીરી કરી રહ્યું છે અને ધારાસભ્યનો ડર અને ભય લોકોમાં ફેલાયેલો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે, જેઠા ભરવાડ વિરૂદ્ધ ઘણાં ગુનાઓ નોંધાયેલા છે. ધારાસભ્યએ કોંગ્રેસના IT સેલના મહિલા તથા અન્ય નેતાઓને પણ ધમકાવ્યા છે. આ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો પણ કરાવ્યો હતો. ભાજપ ગુંડાગીરીથી ચૂંટણી જીતી રહ્યું છે. સલામત ગુજરાતની વાતો કરનારી ભાજપની રૂપાણી સરકારના ધારાસભ્ય આવા છે અને તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી.