જામનગરમાં આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, HELLO કેમ્પઈન કર્યુ લોન્ચ - Congress HELLO Compaign
જામનગરઃ જામનગરમાં બુધવારે 11 વાગ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હેલો જામનગર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. હેલો કેમ્પઈનથી લોકોના પ્રશ્નોનોને વાચા આપવામાં આવશે. હેલો કેમ્પેનના માધ્યમથી લોકોના પ્રશ્નો કોંગ્રેસ સાંભળશે અને સત્તામાં આવ્યા બાદ તમામ પ્રશ્નો અને ઉકેલવામા આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલે જણાવ્યું છે. કોંગ્રેસ ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં લોકો સમક્ષ મૂકશે અને ચૂંટણીમાં સારામાં સારો દેખાવ કરી વિજેતા બનશે તેવો વિશ્વાસ કોંગીજનો વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ સાંસદ રાજુભાઈ પરમારે જણાવ્યું કે હેલો કેમ્પઈન ટેમ્પરરી નથી પણ હવે ચાલુ જ રાખવામાં આવશે. જેમાં લોકો પોતાના પ્રશ્નો જણાવી શકશે.