JEE અને NEETની પરીક્ષા રદ કરવાની માગ સાથે સુરતમાં કોંગ્રેસે પ્રદર્શન કર્યું - સુરત કોંગ્રેસનો JEE અને NEET પરીક્ષા રદ કરવા વિરોધ
સુરત: તાજેતરમાં શિક્ષણ વિભાગે JEE અને NEETની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે વાંધો ઉઠાવતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા લેવી યોગ્ય નથી. જેથી પરીક્ષા હાલ પુરતી રદ કરી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની 6 માસ સુધીની ફી માફ કરવામાં આવે. જે માગને લઇને શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુરત ખાતે પણ જિલ્લા કલેક્ટર કચેરી બહાર શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ધરણાંનો કાર્યક્રમ યોજી NEET અને JEEની પરીક્ષા રદ કરી વિધાર્થીઓની ફી માફીની માગ કરવામાં આવી હતી.