દૂધ સાગર ડેરીની ચૂંટણી મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સવાલો છેડયા, જીત અમારી થશે : જયરાજસિંહ - Congress spokesperson Jayaraj Singh
મહેસાણા : દૂધ સાગર ડેરીની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યાં ચૂંટણી પ્રક્રિયા સામે સરકાર અને તંત્ર સામે ભારે વિવાદો છેડાયા છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળા થયા હોવાની આશંકા સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વિસનગર આવી વિપુલ ચૌધરી જૂથના સભ્યોની મુલાકાત કરી સમગ્ર મામલે ચર્ચાઓ કર્યા બાદ મિડોયા સમક્ષ સરકાર સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરતા તંત્ર સરકારના ઈશારે કામ કરતું હોવાની બાબતો રજૂ કરી હતી. જેમાં વિપુલ ચૌધરીના ગુનાઓ પરાજિત કરવા ભાજપ સરકારે અધિકારીઓ અને નીતિનિયમોનું દુરુપયોગ કરી સક્ષમ ઉમેદવારોના ઉમેદવારી માટેના અધિકાર અને મતદારોના મત અધિકાર છીંવવા ગેરરીતિ આચરી હોવાનો શુર રેલાવ્યો છે.