કીર્તિમંદિરમાં મૂકેલું સેલ્ફી પોઇન્ટ હટાવવા Congress સેવાદળની માગણી - કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ
ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરમાં (Kirti Mandir, Birthplace of Gandhiji) પ્રવાસીઓને આકર્ષવા મૂકાયેલો સેલ્ફી પોઇન્ટ હટાવવા માગ Congress સેવાદળના National president દ્વારા માગણી કરવામાં આવી હતી. તેઓ પ્રશિક્ષણ શિબિરમાં પોરબંદર આવ્યાં છે. 4 વાગ્યા સુધીમાં સેલ્ફી પોઇન્ટ હટાવવામાં નહીં આવે તો સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રશિક્ષણ શિબિરમાં સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ પહેલાં કીર્તિ મંદિરની મુલાકાતે ગયાં હતાં. જ્યાં તેઓએ ગાંધીજીના સેલ્ફી પોઇન્ટનો વિરોધ કર્યો હતો અને તાકીદે આ સેલ્ફી પોઇન્ટ હટાવવા માગ કરતાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે સાથે તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું અને સેલ્ફી પોઇન્ટ હટાવવામાં આવ્યો હતો.