મોરબીમાં કૃષિ વિરોધી બિલ અને ફી માફી અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - Congress opposition in Morbi
મોરબી: સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ વિરોધી બિલ, યુપી દુષ્કર્મની ઘટના અને વિદ્યાર્થીઓની ફી માફી સહિતના મુદે શનિવારે મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલીત કગથરા, જયંતી પટેલની આગેવાનીમાં નવા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હતા. કોંગ્રેસના ધરણા અને પ્રદર્શનને પગલે પોલીસે 26 કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.