પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ - પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
વડોદરાઃ શહેરમાં પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવના વિરોધમાં શહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના સયાજીગંજમાં આવેલા કાલાઘોડા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકત્ર થયા હતા અને મોદી સરકાર સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલમાં કરેલો અસહ્ય ભાવ વઘારો પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમજ અર્ધનગ્ન હાલતમાં કાર્યક્રમમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર દ્વારા પ્રજા પર દમન ગુજારવામાં આવી રહ્યો હોવાના સૂત્રોચ્ચારો કર્યા હતા.