ઈડરમાં પાલિકાના ભ્રષ્ટાચારના ઓડિયો ક્લિપ મુદ્દે કોંગ્રેસે કર્યા ધરણા - Congress protest
સાબરકાંઠાઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ઇડર નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. જેમાં ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ મુદ્દે આગામી સમયમાં નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. જો જરૂરી પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ સંદર્ભે આજે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.