કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હિંસામાં ઘવાયેલા લોકોની મુલાકાત લીધી - Ahemadabad news
અમદાવાદ : નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું, ત્યારે શાહઆલમ, મિરઝાપુર, લાલ દરવાજા, રખિયાલ, ગોમતીપુર, ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળતા અને પોલીસ પર પથ્થરમારો કરાતા પોલીસને લાઠીચાર્જ કરવાની અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. આ પથ્થરમારામાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘવાયા હતા. આ હિંસામાં ઘવાયેલા લોકોની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા અને પ્રવક્તા મનીષ દોશીએ એલ. જી. હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને ખબર અંતર પુછ્યા હતા.