મોરવા હડફ તાલુકાના કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામું - Panchamahal news
પંચમહાલ: જિલ્લાના મોરવા હડફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે ખાંટે રાજીનામું આપ્યું છે. વી.કે ખાંટ છેલ્લા 15 વર્ષ ઉપરાંતના સમયથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ પર હતા. વી.કે ખાંટ મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના પિતા છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિને પોતાનો રાજીનામાં પત્ર આપ્યો છે. જો કે, રાજીનામાં પત્રમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે સક્રિય રહેવાનો ઉલ્લેખ કરાયો છે. વી. કે. ખાંટને કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમાં તેમની હાર થઈ હતી. વી. કે ખાંટ દ્વારા આપવામાં આવેલ રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.