કોંગ્રેસ નિરીક્ષકોની હાજરીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી - પેટા ચૂંટણી
અમરેલીઃ કોંગ્રેસ નિરીક્ષકોની આગેવાનીમા જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. આગામી ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બેઠક યોજાઇ હતી. આ બેઠકમા નિરીક્ષક અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે બેઠક જીતવા હાંકલ કરી હતી. જેમાં અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ બેઠક બાદ તમામ આવેલા કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવી હતી.