સુરેન્દ્રનગરમાં કોગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો કરાયો વિરોધ - surendranger news
સુરેન્દ્રનગરઃ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના આગેવાનોએ ગેસના બાટલામાં એકા એક રૂપિયા 76નો તોતિંગ ભાવ વધારો લદાતા લાલ બાટલા સાથે ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ ઢોલ વગાડી તેમજ ગેસના બાટલા હાથમાં ઉપાડીને સૂત્રોચાર પોકારીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા શહેરીજનોમાં કુતુહલતા જોવા મળી હતી. આમ, સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેસ બાટલાનો ભાવ વધારાનો કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવી ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચવા સૂત્રોચ્ચાર કર્યો હતો.