રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના મોવડીઓની પ્રતિક્રિયા - ગુજરાત કોંગ્રેસ
રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવી દીધાં છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આ અંગે ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આંતરિક લોકશાહીને વરેલી પાર્ટી છે. કોંગ્રેસ અને ભાજપમાં આજે પણ તફાવત છે. ભાજપમાં પણ કચવાટ છે પણ બોલી શકતાં નથી. ભાજપનો ચહેરો જેવો રહ્યો છે. અત્યારે ટ્રેઝરી બેન્ચમાં અડધા કરતાં વધારે મૂળ કોંગ્રેસી છે. ભાજપના લોકોએ તો પાટલી સાફ કરવાનું કામ કરવાનું છે.
Last Updated : Mar 13, 2020, 8:21 PM IST