કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપ અને જે.વી. કાકડિયા પર કર્યા આકરા પ્રહાર - Congress MLA Pratap Dudhat
અમરેલી: રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક માટે ભાજપે જે.વી. કાકડિયાને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભારતીય જનતા પાર્ટી અને ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પ્રતાપ દુધાતે કહ્યું કે, જે.વી. કાકડિયાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કરવાનું પાપ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, 'ભાજપ આરોપ કરે છે કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, જો કોંગ્રેસ હાર ભાળી ગઈ હોત તો આટલી આક્રમકતાથી લડતી નહોત'. પ્રતાપ દુધાતે કહ્યું કે, 'જે.વી. કાકડિયાએ મારી અને કોંગ્રેસ પાસે પૈસાની માંગણી કરી હતી, જેને કારણે મેં CBI તપાસની માગ કરી છે'.