પાટડી સેવા સદન ખાતે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ કર્યો હલ્લાબોલ
સુરેન્દ્રનગરઃ પાટડી સેવા સદન ખાતે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. સેવા સદન ખાતે ઢોલ વગાડી પાક નુકસાની અંગે વળતર ચૂકવવાની ઉગ્ર માગ કરી હતી. પાટડી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે મોટા પાયે પાકને નુકસાન પહોંચ્યું હોવા છતાં વળતર ચુકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ હેક્ટર દીઠ રૂપિયા 25 હજાર ચૂકવવાની માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક પાટડી દસાડાના ધારાસભ્ય નવસાદ સોલંકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.