ફી મુદ્દાને લઇને અમરેલીમાં પરેશ ધાનાણીના પ્રતિક ધરણાં, પોલીસે કરી અટકાયત - congress leader paresh dhanani gets arrested
અમરેલી: ફી મુદ્દાને લઇને અમરેલીના ગાંધીબાગ ખાતે વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રતિક ધરણા પર બેઠા હતા. જ્યાં પોલીસે પહોંચી તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને તેમની વચ્ચે હુંસાતુસી પણ થઇ હતી જેમાં પરેશ ધાનાણીનું શર્ટ ફાટ્યું હતું. બનાવને પગલે કોંગી કાર્યકરો દ્વારા પોલીસની ગાડીને રોકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પરેશ ધાનાણીને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.