કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા - કોંગ્રેસના કાર્યકરો
વડોદરાઃ વૈશ્વિક મહામારી કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે નેતાઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હવે કોરોના ગ્રસ્ત થયા છે. ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને વડોદરાની માંજલપુરમાં આવેલી ખાનગી બેંકર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેને લઈ તેમની પત્નિ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે ભરતસિંહને કોરોના પોઝિટિવ આવતા તેમના રાજ્યસભાના સાથી શક્તિસિંહ ગોહિલ પણ હોમ કોરોન્ટાઇન થયા છે.