નૂતન વિદ્યાલય બુથ ખાતે થયેલી મારામારી મામલે કોંગ્રેસ અગ્રણી બાબુ માંગુકિયાએ આપી પ્રતિક્રિયા - Congress leader Babu Mangukia responded
બોટાડઃ ગઢડા વિધાનસભાના નૂતન વિદ્યાલય બુથ ખાતે થયેલી મારામારી મામલે કોંગ્રેસ અગ્રણી બાબુ માગુંકીયા પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, બોગસ મતદાન થતું અટકાવવા જતા કોંગ્રેસના કાર્યકર પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં ઘટના બનતા પોલીસની કામગીરી પર શકાસ્પદ હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. સાથે સોમવારે પણ ચૂંટણી પંચમાં બોગસ મતદાન થવાની શક્યતાને લઈને ફરિયાદ કરી હતી. સુરેશ ગોધાણી સહિત ત્રણ લોકો પર બોગસ વોટિંગ અને એટ્રોસીટી સહિતની ફરિયાદ દાખલ થશે. બાબુભાઇ માગુંકીયએ વધુમાં કહ્યું કે જ્યાં જ્યાં બોગસ વોટિંગ થયું ત્યાં ફેર મતદાનની અમે માંગ કરીશું.