ભાવનગરમાં મેયર ચેમ્બરની બહાર કોંગ્રેસે કર્યા ધરણા - મેયર ચેમ્બરની બહાર કોંગ્રેસના ધરણાં
ભાવનગર: શહેરની મનપા ચૂંટણીને એક વર્ષ બાકી છે, ત્યારે વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ અને કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો મેયર ચેમ્બરની બહાર યોજેલા ધરણામાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગત 10 વર્ષથી બોરતળાવ દબાણ દૂર કરવાની માગ કરવામાં આવે છે અને બોર્ડમાં વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, છતાં નિરાકરણ થઇ રહ્યું નથી.