અમદાવાદના મેયર બિજલ પટેલને રોડ મામલે કોંગ્રેસે આવેદન પત્ર આપ્યું
અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ વિવિધ વિસ્તારોમાં તંત્રની પોલી ખુલી રહી છે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ખાડા રાજ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. AMCએ ખાડામાં થિગડા મારવાની કામગીરી શરૂ કરી છે. અમદવાદમાં ખાડા મુદ્દે વિપક્ષ જાગ્યું છે. AMCમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, સુરેન્દ્ર બક્ષીએ અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના મેયર બિજલ પટેલને ખાડા બાબતે આવેદનપત્ર આપ્યું છે. AMCમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે, જો રોડ રિસરફેસ નહીં થાય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકો સાથે જઇને ભાજપના દરેક કાઉન્સેલરના ઘરનો ઘેરાવ કરશે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોર્પોરેશન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વધુંમાં કહ્યું કે, રોડ મામલે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે. મેયર બિજલ પટેલે સત્તાધીશોને સાચવવા મોટો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.