ઉમરગામમાં કોંગ્રેસે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર - શિક્ષણ
ઉમરગામ: તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. સામાન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કાંદા, કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ પ્રવર્તમાન સરકારના ભાવ વધારા પર કોઇ અંકુશ નથી. દિનપ્રતિદિન ડીઝલ પેટ્રોલ તથા રાંધણગેસના ભાવ વધી રહ્યા છે. રોજ બરોજ મહિલા અત્યાચાર તથા દીકરીઓ પર દુષ્કર્મના બનાવો ખૂબ વધી રહ્યા છે. રાજ્યમાં તથા દેશમાં સ્થાનિક બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તેમ જ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો લીક કરી અંગત માણસોને નોકરી આપવામાં આવે છે. જેવા વિવિધ મુદ્દાને આવરી લેતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર કાર્યક્રમમાં ઉમરગામ તાલુકાના વિરોધપક્ષના નેતા રાકેશ રાય, વલસાડ પ્રદેશ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આવેદનપત્ર દરમિયાન પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર અપાયું હતું.