અંકલેશ્વરમાં કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માગ સાથે કોંગ્રેસના ધરણાં - Corona Virus Bharuch
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે ધરણાં પ્રદર્શન કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનૂગા સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અંકલેશ્વરમાં વિરોધ પક્ષે શહેરમાં કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માગ કરી હતી. જેમાં આગેવાનોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદન પત્ર પણ પાઠવ્યુ હતું. આવેદન પત્ર બાદ પણ કોઈપણ જાતના પગલાં ન લેવામાં આવતા ગતરોજ કોંગ્રેસના સભ્યોએ ધરણાં પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી અને આજે નગરપાલિકાની કચેરી સામે વિરોધ પક્ષના ઉપનેતા શરીફ કાનૂગા સહિત કોંગ્રેસના કાર્યકરો ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં જોડાતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.