પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે, મા અંબેના કર્યા દર્શન - State Chairman of Gujarat Congress Committee
બનાસકાંઠાઃ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રવિવારના રોજ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. તે દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત પણ લીધી હતી. ત્યા બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કપૂર આરતી કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, અમિત ચાવડા સંગઠનની બાબતને લઈ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા પરંતુ લાંબા સમયથી અંબાજી મંદિર બંધ હતુ અને દર્શનની ઈચ્છા પ્રબળ બનતા માતાજીના દર્શને અંબાજી પહોંચ્યા હતા. અમિત ચાવડાએ માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે પ્રાર્થના કરી હતી અને ખેડૂતોને અતિવૃષ્ટિમાં જે નુકસાની આવી છે તેમાં તેમને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી.