મોરબીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું - સ્થાનિક સ્વરાજની ચૂંટણી
મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતની બેઠક પર આજે શુક્રવારે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યું હતું. શનાળા બેઠક પરથી કે.ડી.પડસુબિયા અને રવાપર બેઠક ઉપર નયન અંધારા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારોને આશા છે કે, ખેડૂતોમાં નારાજગીને લીધે તે ફરી વિજેતા બનશે અને પ્રજાના કાર્યો કરશે.