ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ કર્યું મતદાન - news in Dhari
અમરેલી : ધારી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન શરુ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. કુબડા ગામે પ્રાથમિક શાળા ખાતે સુરેશ કોટડીયા અને તેમના પરિવારે મતદાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે " 75 વર્ષ પહેલાંથી આ અમારી પરંપરાગત સીટ રહી છે, ખેડૂતના પ્રશ્નો માટે હું હંમેશા જાગતો રહીશ, પૂરેપૂરું મતદાન થશે અને મારી જંગી જીત થશે"