કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો - લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી
સુરેન્દ્રનગર: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે સાયલા તાલુકાના સેજકપર ગામે મતદાન કર્યું હતું. સવારે 8.20 કલાકે સેજકપર મતદાન મથક ખાતે મત આપી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે.