કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ રાજકોટની નિર્માણાધીન સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ - newly constructed hospital At rajkot
રાજકોટઃ કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ અચાનક રાજકોટમાં નવી નિર્માણ પામી રહેલી સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના બાંધકામ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. ગાયત્રી બાએ હોસ્પિટલ બિલ્ડીંગની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, બિલ્ડીંગની છતમાંથી પોપડા પડી રહ્યા છે. એટલે ચોમાસા દરમિયાન અહીં પાણી પડ્યું હશે. આ સાથે જ હોસ્પિટલમાં 8 જેટલા ઓપરેશન થિએટર તૈયાર કરવાના હતા પરંતુ માત્ર ત્રણ જ થયા છે. આ કામ કરનાર એજન્સી ભાગી ગઈ છે. જેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.