કોંગ્રેસના ભીખાભાઇ જાજડિયાનું કોંગ્રેસને બાય બાય, આવતીકાલે જોડાશે NCPમાં - કોંગ્રેસમાંથી રાજીનામું
ભાવનગર: શહેરના કોંગ્રેસના પાટીદાર નેતા NCPમાં જોડાવા જઇ રહ્યા છે, કોંગ્રેસના નેતા નારાજ થઈ NCPમાં જોડાશે અને આગામી ચૂટણીમાં ભાજપ કોંગ્રેસને હંફાવશે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કહી રહ્યા છે. ભીખાભાઇ આવતીકાલે શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં NCPમાં જોડાશે. ભાજપ કોંગ્રેસથી કંટાળી ગયેલા મતદારોને આગામી મનપાની ચૂંટણીમાં નવો પક્ષ વિકલ્પમાં મળશે જો કે આ અંગે વધારે ભીખાભાઇએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.