ભરૂચમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ હોવા છતાં તંત્ર બેદરકાર હોવાના કોંગ્રેસે કર્યા આક્ષેપ - Parimal Singh Rana
ભરૂચઃ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ હોવા છતાં તંત્ર હાથ ઉપર હાથ ધરી બેસી રહ્યું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 700ને પાર થઇ ગઈ છે, ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના દર્દીઓને બેડ પણ નથી મળી રહ્યા તેવી સ્થિતિ છે. ઉપરાંત જિલ્લામાં જ ટેસ્ટીંગ લેબ તેમજ હેલ્પ-લાઈન શરૂ કરવાની જરૂરિયાત છે. તેઓએ વધુમાં કહ્યું કે, જો આગામી દિવસોમાં તંત્ર નહિ જાગે તો કોંગી કાર્યકરો દ્વારા ધારાસભ્યો તેમજ સાંસદના ઘરની બહાર ધરણા કરવામાં આવશે.