પોરબંદર આરોગ્ય અધિકારી કચેરીમાં ગેરહાજર રહેતા કોંગ્રેસે રામધૂન બોલાવી - પોરબંદર કોંગ્રેસ સમિતિએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું
પોરબંદર : શહેરમાં ઉભરાતી ગટરો અને વરસાદી પાણીની ગંદકીના કારણે શહેરમાં મચ્છરો અને અન્ય જીવ જંતુનો ઉપદ્રવ વધતા સફાઈ બાબતે વહીવટી તંત્ર નબળું પુરવાર થયું હતું. હોસ્પિટલોમાં દર્દીનો વધારો જોવા મળતા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. પરંતુ, આરોગ્ય અધિકારી કચેરી પર ગેરહાજર હોવાથી કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓએ કચેરીની બહાર જ રામધૂન બોલાવી હતી. તેમજ વિવિધ વિસ્તારોમાં દવા અને ડી.ડી.ટીનો છંટકાવ કરી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવાની સાથે તમામ આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ભરતી કરવાની માગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા કરવામાં આવી હતી.